૨ ઇતીહાસ અને પરંપરા


સાધુ નો સંપ્રદાય એ શ્રી રામાનુજાચાર્યજી ના હજારો શિષ્યો થી ઉતરી આવેલી એક પરંપરા છે.

શ્રી રામાનુજાચાર્યસાધુ એટલે સંસ્કાર – સદવીચાર – સત્કાર્ય – ની સરીતા. આ સરીતા ભારત ના ગામડે ગામડે વહેતી રહી છે. ગામડાઓ શહેરો માં રામજી મંદીર ઠાકોરજી નુ મંદિર માં ભગવાન ની સેવા પૂજા કરતા ભજન ધુનકથા વાર્તા, સંકીર્તન જપ યજ્ઞ સ્મરણ ભક્તિ ને આજ સુધી સજીવન રાખનાર સાધુસમાજ લોક માનસ માં “ગુરૂ” પદે બીરાજમાન છે. જોકે કાળ ના પ્રવાહ અને જરુરીયાતો બોજ ને કારણે આજે સૌરાષ્ટ્ર ના સાધુ સમાજ નો મોટો ભાગ પોતાની જરુરીયાતો પુરી કરવા પોતાનો મુળ કાર્ય છોડી આજીવીકા માટે નોકરી ધંધે લગીગયો છે. પણ નોકરી ધંધો કરતા કરતા પણ પોતાના સંસ્કાર અને જ્ઞાન નો લાભ સમાજ ને આપતો રહે છે.

Advertisements