ચાંપબાઈ સાધુ


શ્રી ગુરુ રામાનંદ સ્વામીના સમર્થ શિષ્યઓ માં શ્રી કબીરજી ના એક શિષ્ય શ્રી પદ્મનાભજી હતા. શ્રી પદ્મનાભજી ના એક શિષ્ય શ્રી નિલકંઠ સ્વામી, તેમન શિષ્ય શ્રી રૂગનાથજી, તેમન શિષ્ય શ્રીયાદવદસજી અને તેમના શિષ્ય શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી. તેમનો જન્મ સવંત ૧૬૬૮ માં થયેલો.

એક માહિતી પ્રમાણે મહારાજા શ્રી યોગરાજસિંહ ને પાંચ પુત્રો હતા અને એક પુત્રી હતી પુત્રી નું નામ ચંપાબા હતું પાંચ પુત્રો નાં નામ હતા સામંતસિંહ, અમરસિંહ, અજયસિંહ, મંગળજી અને મેળાજી. તેમાં સામંતસિંહજી એ રામમંત્ર ની દિક્ષા લીધી અને તે  ષટપ્રજ્ઞસ્વામી તરીકે ઓળખાયા. અને તેમના બહેન ચંપાબા ચાંપબાઈ તરીકે ઓળખાયા.શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી ના બહેન શ્રી ચાંપબાઇ બહેન મહાન રામભક્ત હતા. સહુ સંતો ની શુભેચ્છા થી તેમણે ચુલી ગામે આશ્રમ સ્થાપ્યો. તેમની શિષ્ય પરંપરા ના સંતો ત્યારથી ચાંપબાઇ બહેન ની શાખા થી ઓળખય છે. તેઓ પદ્મનાભ દ્વારાના છે અને (રામ કબીર) રામવત વૈશ્ણ્વ છે.

બીજી એક માહિતી પ્રમાણે શ્રી ષટપ્રજ્ઞસ્વામીજી ફરતા ફરતા ચુલી ગામે આવ્યાં ત્યા ચંપાબાઈ નામે એક ક્ષત્રીયાણી રહેતા હતા. તેઓ સ્વામીજી ના દર્શને આવ્યા અને સ્વામીજી ને વીનંતી કરી કે મને રામ મંત્ર ની દીક્ષા આપો.આમ ચંપાબાઈ એ ચુલી મા આશ્રમ સ્થાપ્યો અને તેમના શીષ્યો ચાંપબાઈ સાધુ તરીકે ઓળખાયા. ચુલી ગામ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલું છે.

(કોઇ પાસે પ્રમાણભુત માહીતી હોય તો મોકલવા વિનંતી)

શ્રી દેવીદાસ વીષ્ણૂદાસ ચાંપબાઈ પાસેથી મળેલી માહીતિ નીચે પ્રમણે છે.

ક્ષત્રિય મંડલ ના મહારાજા યોગરાજ ઝાલા અને તેમના મહારાણી ગંગાદેવી ને ત્યાં પાંચ પુત્રો અને એક પુત્રી પુત્રો ના નામ સામંતસિંહ અમરસિંહ અજયસિંહ મંગલજી તથા મેલાજી. તથા તેમના પુત્રી નું નામ ચંપાબા.

સામંતસિંહ નો જન્મ વીક્રમ સવંત ૧૬૬૮ ના અષાઢ સુદ ૧૫ ને ગુરૂવારે  અભિજિત નક્ષત્ર માં થયો હતો.

એક દીવસ સામંતસિંહ અને અમરસિંહ શિકાર કરવા  જંગલ માં ગયા હતા. જિલ્કા સરોવર ના કિનારે એક અશ્રમ હતો. તે આશ્રમ માં યાદવ સ્વામી નામે એક મહાત્મા બીરાજમાન હતા. સામંતસિંહે એક હરણ નો શિકાર કરેલો તે હરણ ને યાદવસ્વમી મહાત્મા એ સજીવન કર્યુ. આ મહાત્મા ના સંસર્ગ મા આવતા બન્ને ભાઇઓ ને વૈરાગ્ય આવ્યો અને તેમણૅ મહાત્મા ની ક્ષમા માંગી અને પોતાના હથીયાર ત્યજી દીધા.મહાત્મા એ સામંતસિંહ નુ નામ ષ્ટાંગ સ્વામી અને  અમરસિંહ નું નામ અમરપ્રસાદ રાખ્યું.

પછી બન્ને ભાઈઓ તીર્થ યાત્રા કરવા નીકળ્યા. તીર્થ યાત્રા કરી ને બન્ને ગુરુભાઈઓ ધ્રાંગધ્રાં તલુકા ના ચુલી ગામે આવ્યા.

આતરફ મહાત્માજી ના ચમત્કાર તથા જ્ઞાન-વૈરાગ્ય ની વાત સાંભળી અને ચંપાબા મહાત્માજી ની મુલાકાતે આવ્યા.  તેમણે મહાત્માજી ને નમન કરીને કહ્યું કે અમે સંસાર ના દુઃખો થી ત્રાસી ને તમારા શરણે આવ્યા છીયે તો અમને ઉપદેશ આપો. મહાત્માજીએ ચંપાબા ને ગુરુ દિક્ષા માં રામ મંત્ર આપ્યો અને ચંપાબા નુ નામ ચાંપબાઈ રાખ્યું. આમ તેઓ સાધુ થઈગયા, થ્યા તેમણે બળદ વગરનું ગાડું ચલાવી અને પ્રથમ પરચો આપ્યો.અને આજ ધ્રાંગધ્રાં તલુકા ના ચુલી ગામમાં સમાધી  લીધી. તેઓ હાલમાં ત્યાં પુજાય છે અને ચાંપબાઇ કુટુંબ ના કુળદેવી તરીકે પણ પુજાય છે. ચાંપબાઈ અટક ધરાવતા સાધુ સમાજ ના લોકો ના કર તથા છેડા-છેડી ત્યાં જ છોડવા માં આવે છે.

સામંતસિંહ (ષ્ટાંગ સ્વામી) ની સમાધી દુધરેજ મુકામે વડવાળા મંદીર માં આવેલી છે. અમરપ્રસાદ ની સમાધી સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રાં તલુકા ના કંકાવટી ગામે છે નએ શ્રી ચાંપબાઈ માતાજી ની સમાધી ધ્રાંગધ્રાં તલુકા ના ચુલી ગામે આવેલી છે.

ચાંપબાઇ પરિવાર ના વંશજો હાલ ચુલી તેમજ સુરેન્દ્રનગર જીલ્લા  ના હળવદ તલુકા ના દિઘડીયા તેમજ ખેતરડી, મુળી તલુકા ના આંબરડી ગામે વસવાટ કરે છે. આ સિવાય ઘણા પરીવારો છે તેમનો કોઇ સંપર્ક નથી. સાધુ સમાજ ના મોટા ભાગના લોકો ચાંપબાઈ શખા થી અજાણ છે. ઘણા ચાંપબાઈ સાધુ એ પોતાની અટક  સાધુ લખાવે છે અથવા તો બીજી શાખામાં ભળી ગયા છે.

કોઇ પણ ચાંપબાઈ કુટુંબ ના સભ્યો હોય અને ચાંપબાઇકુટંબ થી દુર રહેતા હોય તેમણે શ્રી મનહરદાસ સિતારામભાઇ ચાંપબાઇ મોબાઈલ નંબર ૯૮૭૯૪ ૬૧૯૯૪ અથવા શ્રી દેવીદાસ વિષ્ણુદાસ ચાંપબાઈ મોબાઇલ નંબર ૯૯૭૮૮ ૧૬૮૬૯  નો સંપર્ક કરવો.

આ માહિતી શ્રી દેવીદાસભાઈ વિષ્ણુદાસ ચાંપબાઈ તરફથી મળી છે. આ માહિતી મોકલવા માટે હું તેમનો ખુબ આભારી છુ.

Advertisements