રામસ્નેહી


શ્રી રામાનંદ આચાર્ય ની પરંપરા માં રાજસ્થાન માં સંતો ના ૪ સંપ્રદાયો મુખ્યત્વે વિકાસ પામ્યા હતા. (૧) દાદુ પંથી (૨) નિરંજની (૩) રામસ્નેહિ – શાહપુર શાખા (૪) રામસ્નેહિ – સિંહલ શાખા.

આમાં દાદુપંથી કબીરજી ના પુત્ર કમાલ ના શિષ્ય દાદુ થી વીસ્તાર પામી હતી. નીરંજન શાખા ના પ્રવર્તક સંત હરીદાસજી સોળમી સદી ના મધ્ય થી સત્તરમી સદીના મધ્ય સુધી ના સમયમાં થયેલ, જેમની મુખ્ય શાખા જોધપુર માં છે.

રામસ્નેહી શાખા શાહ્પુર ના પ્રવર્તક શ્રી રામચણદાસજી નો જન્મ સવંત ૧૭૭૬ અને નીર્વાણ ૧૮૫૫ ની સાલ માં થયેલ તેમના ૨૨૫ જેટલા સમર્થ શીષ્યો હતા. વૈષ્ણવાચાર્ય શ્રી રામક્રુષ્ણ્દાસજી પાસેથી તેમણે વૈષ્ણવી દીક્ષા  લિધી હતી. સવંત ૧૮૦૮ માં એક ગુફા માં પચીસ વર્ષ સુધી તપ- ભજન કરેલ અને તપ માં થી બહાર આવ્યા ત્યારે શાહપુર નરેશ તેમને શાહપુર તેડી ગયા અને ત્યાં સ્થાન બંધ્યુ અને રામસ્નેહિ સંપ્રદાય ની સ્થાપના કરી.

રામસ્નેહિ શાખા સિંથલ નાં મુખ્ય પ્રવર્તક સંત શ્રી હરિરમજી બીકાનેર બાજુમાં સિંહથલ ગામે થયા વૈષ્ણ્વાચર્ય શ્રી જૈમલદાસજી પાસેથી વૈષ્ણવી દીક્ષા સવંત ૧૭૦૦ માં લીધી અને ૧૮૩૫ માં નેર્વાણ પામ્યા. તેમણે રામસ્નેહિ સંપ્રદાય ની બીજી શાખા સિંહથલ માં સ્થાપી.

ઉપરોક્ત બંને રામસ્નેહિ શાખાના અત્યારે ગુજરાત, રાજસ્થાન, અને મધ્યપ્રદેશ માં ઘણાં સ્થાન આવેલાં છે.રામસ્નેહિ સંપ્રદાય ની બન્ને શખાઓ ના સંતો રામસ્નેહિ શાખા થી ઓળખાય છે. તેઓ રામસ્નેહિ સંપ્રદાય ના રામાવત વૈષ્ણ્વ છે.

Advertisements