દાણીધારીયા


શ્રી ગુરુ રામાનંદ સ્વામી ના ૧૨ મુખ્ય શિષ્યો માં અનંતાનંદજી નાં શિષ્ય સમુદાયમાં ૭ મુખ્ય શિષ્યો તુંહિરામ શિષ્ય સમુદાય માં શ્રી નાથજી બાપું એ દાણીધાર માં ગાદી સ્થાપી. તે પરંપરાં નાં સંતો દાણીધારીયા શાખા થી ઓળખાયા. તેઓ તેનુજી દ્વારા ના છે અને રામાવત વૈષ્ણવ છે.

સાધુ સમજમા દાણીધરીયા સમાજ માટે ગુરૂ સ્થાન દાણીધાર આવેલુ છે. આ દાણીધાર  ની જગ્યા કાલાવાડ થી ૧૪ કિલોમીટર દુર છે. તેની નજીક નુ ગામ ટોડા તથા બામણગામ છે.(ધોરાજી ઉપલેટા રોડ, કાલાવાડ તાલુકો)

મુખ્ય સમધી શ્રી નાથજી બાપુ ની છે. શ્રી ગંગારામ બાપુ નો ધુણો તથા મોતીરામ નામનાં કુતરા ની સમાધી છે.

નૈવૈદ નિચે પ્રમંણે છે.

નૈવેદ ની વિગત નિચે પ્રમાણે છે. નૈવેદ ની વસ્તુ ખરીદતી વખતે અને નૈવેદ બનવતા કે ધરતી વખતે કોઇ આભડ્છેટ ના લાગે તે વાત નુ ધ્યાન રાખવુ. નૈવેદ ની સમગ્રી લીસ્ટ પ્રમાણે અથવા આપણી સગવડ પ્રમાણે ખરીદી શકાય.

 1. શ્રી નાથજી બાપુ ને —-ચોખા સવા કિલો

 2. શ્રી ગંગારામ બાપુ ને ધુણે —બાકળા (જુવાર અને અડદ ના દાણા બાફી ને કરવા) સવા કિલો

 3. મોતીરામ કુતરાને — બાજરા નો રોટલો સવા પાંચ કિલો

 4. શ્રી હનુમાનજી મહારાજ ને — લાડવા સવા પાંચ કિલો

 5. શ્રી નાગબાપા ને– તલવટ સવા કિલો

 6. શ્રી ખોડીયાર મતાજી ને— લાપસી

 7. શ્રીફળ —————- ૫ નંગ

 8. ધજા ——————૫ નંગ (લાલ-૨, સફેદ – ૩ નંગ )

 9. જરુરિયાત પ્રમાણે ઘી તેલ શાકભાજી અને મસાલા

  દાણીધાર જગ્યા ની વધારે માહિતી માટે શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ ની વેબસાઇટ http://shrinathjidada.wordpress.com/   ની મુલાકાત લેવી.

Advertisements