હરીયાણી


શ્રી ધ્યાનદાસજી બાપુ ની સમાધિ

સર્વપ્રથમ શ્રીમન્નારાયણ ની ઉપદેશ પરંપરામાં હંસ ભગવાન પછી સનકાદિ અને પછી નારદ મુનિ. નારદ મુનિ થી આચાર્ય નીંબાર્ક ને ઉપદેશ મળ્યો તેમ કહેવાય છે.

દક્ષીણ ભારતમાં ગોદાવરી નદી ના કિનારે વૈદુર્યટણ ની બાજુમાં અરુણાશ્રમ સ્થાન એ તેમનું જન્મ સ્થાન છે. પાંચ વર્ષ ની ઉંમરે શ્રી નિંબાર્ક સ્વામિ ના ઉપવિત પ્રસંગમાં દેવર્ષિ નારદ મુનિ એ ઉપસ્થિત થઇ તેમને પ્રેરણા આપી અને ગોપાલ મંત્ર ની દીક્ષા આપી તથા ક્રુષ્ણ ઉપાસના આપી. શ્રી નારદ મુનિએ સનકાદિ પાસેથી મેળવેલું જ્ઞાન તેમને આપ્યું આથી સનકાદિ  સંપ્રદાય કહેવાય છે. યમુના કિનારે ટંટીસ્થાનં વિશ્રામઘાટ ધ્રુવક્ષેત્ર (મથુરામાં) સામે કિનારે તેમનું ગાદી સ્થાન છે. આ સંપ્રદાયના ૧૨ દ્વારા છે.

શ્રી નિમ્બાર્ક સ્વામિ  મહા સમર્થ આચાર્ય  સનકાદિ સંપ્રદાય તેમનાં નામે નિમ્બાર્ક સંપ્રદાય કહેવાયો. નિમ્બાર્ક ની પરંપરામાં આચાર્ય દેવાચાર્ય તથા તેમના બે મુખ્ય શિષ્યો હતાં (૧) સુંદરભટ્ટાચાર્યજી  (૨) વ્રૂજભુષણ દેવાચાર્યજી  આ વ્રૂજભુષણ દેવાચાર્યજી ની પરંપરામાં રસીકદેવજી અને હરિદાસજી સંતો થયા. તેમનાં સ્થાન વ્રુંદાવન આજુબાજુ માં પરિક્રમા રસ્તા પર આવેલાં છે.

હવે શ્રી સુંદર્ભટ્ટ ની પરંપરા જોઇએ તો તેમના થી સોળમા આચાર્ય  કેશવભટ્ટજી, તેમના શિષ્ય શ્રીભટ્ટજી અને તેમનાં મુખ્ય શિષ્ય હરિબ્યાસી હતાં તેમનો જન્મ સવંત ૧૩૦૦ લગભગ છે. તેઓ દ્વારા પ્રવર્તક આચાર્ય હોવાથી તેમની પરંપરા ના સંતો હરિબ્યાસી સંતો તરીકે ઓળખાયા.

આ સંપ્રદાયમાં ધ્યાનદાસજી આચાર્ય (જેમને આપણે ધ્યાનસ્વામી બાપુ તરિકે ઓળખીયે છીયે)નામનાં સંત સૌરાષ્ટ્રમાં  આવેલા તેઓ ધર્મ પ્રચાર માટે ફરતાં ફરતાં સાવરકુંડલા તાલુકા ના સેંજળ મુકામે જગ્યા સ્થાપી વસેલા ત્યાં તેઓએ જીવતા સમાધિ લીધી છે. ગ્રુહસ્થી હરિયાણી સંતો ના પરીવારજનો સેંજળ મુકામે શ્રી ધ્યાનદાસજી બાપું ની સમાધિએ કર, નૈવૈદ વિગેરે ધરાવે છે.


Advertisements