ગોંડલીયા


જય સિયારામ


શ્રી લોહંગરી બાપુ

શ્રી ગુરૂ રામાનંદજી ના ૧૨ મુખ્ય શિષ્યો માં પ્રથમ શિષ્ય શ્રી અનંતાનંદજી ની પરંપરા માં તેમનાં જ શિષ્ય ક્રૂષ્ણદાસજી પયહારી કે જે પયહારીબાબા તરીકે ઓળખાય છે. તે ગલતાગાદી (જયપુર) માં થયા. પયહારી બાબા ના શિષ્ય સમુદાય માં મુખ્યત્વે કિલ્હદાસજી, અગ્રદાસજી વિગેરે ૨૪ સંતો હતા, જેમા કિલ્હદાસજી ના શિષ્યો  દેવમુરારી દ્વારા ના કહેવાય છે. શ્રી દેવમુરારીજી ના લોહંગજી નામના શિષ્યે પર્યટન માં વિચરતા ગોંડલ આવ્યા અને ત્યાં જગ્યા બાંધી તેમની પરંપરા ના સંતો ગોંડલીયા કહેવાયા.

ગોંડલમાં ગુરૂ લોહંગજી મહારાજ કે જેમનું પુરું નામ શ્રી જીવણદાસજી લોહંગરી હતું

તેમના શીષ્ય પરિવાર માં શ્રી રાદાસજી નો પરિવાર ગોંડલ ના સ્થાન પર છે. મહાત્મા મુળદાસજી એ અમરેલી માં જગ્યા સ્થાપી. શ્રી નથુરામજી એ ખંભળિયા (શેલ) માં જગ્યા સ્થાપી. શ્રી ભાવદાસજી એ ધોલેરા માં જગ્યા સ્થાપેલ છે. આ સીવાય નારણદાસજી, અમરદાસજી, વાલદાસજી, રામદાસજી, ધ્યાનદાસજી વીગેરે ૨૬ સંતો  હતા જેમણે આ પરંપરા માં સૌરાષ્ટ્ર માં જુદા જુદા સ્થળે જગ્યા સ્થાપના કરેલી.આ પરંપરામાં પોતાનાં ગુરુસ્થાનો માં કર નૈવૈદ વિગેરે વિધિ થાય છે. પરંતુ આધ્યગુરૂ સ્થાન ગોંડલ મુકામે છે.

શ્રી નારણદાસ બાપુ ની ખાંભી પર નૈવૈદ ધરવામાં આવે છે. આ નૈવૈદ માટૅ ની સામગ્રી ખરીદતી વખતે કે ધરતી વખતે કોઇ પણ પ્રકાર નો આભડછેટ ના લાગે તે વાત નું ધ્યાન રાખવું. નૈવૈદની સામગ્રી બને ત્યા સવાયી વજન માં લેવી. નૈવૈદ આપણી સગવડ પ્રમણે કરી શકાય.  સવાસો ગ્રામ પણ લઇ શકાય અને સવા કિલો પણ લઇ શકાય.

નૈવૈદ ની યાદી

  1. ચોખા            —– સવા કિલો / અથવા સગવડ મુજબ ૧૨૫ ગ્રામ પણ લઈ શકાય
  2. ગોળ              —–સવા કિલો / અથવા સગવડ મુજબ ૧૨૫ ગ્રામ પણ લઈ શકાય
  3. સાકર           ——૫૦૦ ગ્રામ/અથવા સગવડ મુજબ ૧૨૫ ગ્રામ પણ લઈ શકાય
  4. ઘી               ——૫૦૦ ગ્રામ/અથવા સગવડ મુજબ ૧૨૫ ગ્રામ પણ લઈ શકાય
  5. અગરબત્તી ——-૧ પેકેટ
  6. લોબાન  ———-૧૨૫ ગ્રામ
  7. ગુગળ  ———–૧૨૫ ગ્રામ
  8. શ્રીફળ ————૩ નંગ
  9. સફેદ ધજા——–૧ મીટર કપડા ની
  10. સફેદ ધજા ——-૧/૨ (અડધો મીટર કપડા ની)
  11. લીલી ધજા——૧/૨ (અડધો મીટર કપડા ની)
  12. સીંદુર  ———-૨૫૦ ગ્રામ
  13. નારણદાસ બાપુ ને — ૧૧ રૂપીયાધરવા/અથવા સગવડ મુજબ
  14. લોહંગરી બાપુ ને —-    ૧૧ રૂપીયાધરવા/અથવા સગવડ મુજબ
  15. રામદેવજી બાપુ ને —    ૧૧ રૂપીયાધરવા/અથવા સગવડ મુજબ
  16. ફુલ હાર

ગોંડલીયા પરીવાર મા સૌ ના કૌટુંબિક કુળદેવી અલગ અલગ હોઇ શકે છે. જો કોઇ પોતાના કૌટુંબીક કુળદેવી ની માહીતી આપશે તો તે અંહી પ્રકાશીત કરીશુ.

અમે કરેલા સંશોધન મુજબ ગોંડલીયા પરીવાર ના કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજી છે. તથા ધુણા ના માતાજી શ્રી મહાકાળી માતાજી છે.

શ્રી નથુરામબાપુ ની જગ્યા શેલ ખંભાળિયા અમરેલી જિલ્લા માં આવેલી છે. નીચેના ફોટ તે જગ્યા નાં છે. ગોંડલીયા શાખા નાં ત્યાં પણ કર નૈવેદ થાય છે.

શ્રી નથુરામબાપુ ખંભાળીયા