દુધરેજીયા


શ્રી વડવાળા મંદીર

દુધરેજ

શ્રી ગુરુ રામાનંદ સ્વામીના સમર્થ શિષ્યઓ માં શ્રી કબીરજી ના એક શિષ્ય શ્રી પદ્મનાભજી હતા. શ્રી પદ્મનાભજી ના એક શિષ્ય શ્રી નિલકંઠ સ્વામી, તેમન શિષ્ય શ્રી રૂગનાથજી, તેમન શિષ્ય શ્રીયાદવદાસજી અને તેમના શિષ્ય શ્રી ષટ્પ્રજ્ઞસ્વામિજી. તેમનો જન્મ સવંત ૧૬૬૮ માં થયેલો.

વીક્રમ સવંત ૧૬૬૮ ના અષાઢ માસ ની પુર્ણિમા અને ગુરૂવાર ના દીવસે  મહારાજા યોગરાજ ને ઘરે પુત્ર નો જન્મ થયો તેમનું નામ સામંતસિંહ રાખવા માં આવેલુ. તેમના માતા નું નામ મહારાણી ગંગાદેવી હતું. આ સામંતસિંહ એજ શ્રી ષટ્પ્રજ્ઞસ્વામીજી.

શ્રી ષટ્પ્રજ્ઞ સ્વામિજી મહા સમર્થ આચાર્ય થયા. સવંત ૧૫૯૫ માં દુધરેજ આશ્રમ ની સ્થાપના યોગીરાજ નિલકંઠ આચર્યે કરેલી. આ સમયે ગોંડ્લ મુકામે સવંત ૧૬૨૫ માં પોતે સ્થાપેલા આશ્રમ માં આચર્ય લોહંગજી વિધ્યમાન હતા. ગોંડલ અને દુધરેજ આ બન્ને આચાર્યો વચ્ચે અતિ હેત પ્રીત અને સ્નેહ નીકટ્ત્તમ ભાવના હતી. એમની યદગીરીરૂપે એકજ દાણની ચીરમાંથી બન્ને આચર્યો એ પોત્તપોતાના સ્થાન માં દાતણની એક એક ચીર રોપેલી આ બન્ને વટ્વ્રુક્ષો આજે પણ ગોંડલ અને દુધરેજ મા હસ્તિ ધરવે છે.શ્રી ષટ્પ્રજ્ઞ સ્વામી નો દુધરેજ ની આચર્ય ની ગાદી પર નો સમય ૧૬૯૦ થી ૧૭૮૬ એટલે કે ૯૬ વર્ષ સુધી નો હતો.

શ્રી વડવાળા મંદીર સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકા માં સુરેન્દ્રનગર થી પાંચ કીલોમીટર નાઅંતરે દુધરેજ ગામે આવેલું છે.આ મંદિરની દક્ષિણ દિશાને અડીને ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજી થી આરંભ અત્યાર સુધીના આચાર્યશ્રીઓની ચમત્કારયુક્ત ગણાતી સમાધીઓ આવેલી છે.

આજે પણ શ્રી  ષટપ્રજ્ઞસ્વામી  નો  બેરખો  દુધરેજ ની જગ્યા માં છે , જે બેરખા નો ઉપયોગ  સ્વામીજી મંત્ર જાપ કરવા માં કરતા હતા. આ બેરખા ને છાશ માં પલાળી ને તે છાશ ને ધુપ દઈ પિવડાવવા માં આવે તો  સાપ નુ અને હડકાયા કુતરા નુ ઝેર ઉતરી જાય છે.
Advertisements