પરબીયા


પરબ ની જગ્યા એટલે આપણે સંત દેવીદાસ ની જગ્યા તરીકે ઓળખીયે છીયે. આ એક અતિ પ્રાચીન જગ્યા છે. ઋષિ શરભંગ પોતાની છેલ્લી અવસ્થા માં પોતાના રક્તપિત ના  દર્દમાં શાંતિ મેળવવા અંહિ આવી ને રહેલા. તેથી આ જગ્યા ઋષિશરભંગ ના ધુણા તરીકે પણ ઓળખાય છે.

જેમ ગોંડલ અને દુધરેજ ની જગ્યા માં દાતણ ની ચીર માંથી પ્રગટેલ વટવ્રુક્ષો સંતો ની પ્રસાદી રૂપે  ઉભા છે તેમ અંહિ પરબ ધામ માં મક્કા મદીના થી લાવેલ આંબલી ના દાતણ ની પ્રસદી આજે પણ ઘેઘુર આંબલી નું વ્રુક્ષ રૂપે ઉભું છે.

“સત્ત દેવીદાસ” શબ્દ થી દીન, ભુખ્યા, તરસ્યા, રક્તપીતીયા, કોઢીયા, તરછોડાયેલા અને નિરાધાર સૌ લોકો મટે અંહિ પરબ બંધાયેલુ છે. આ પરબ ના બંધનાર હતા સંત દેવીદાસ.

સંત દેવીદાસજી એ શ્રી રામભારથી પાસેથી ઉપદેશ લિધો હતો. શ્રી લોહંગસ્વામીજી એ તેમને આદેશ  આપેલો કે વાવડી ગામ ની સીમ માં દત્તાત્રેય નો ધુણો છે અને સંત જસા વળદાન ની સમાધી છે ત્યાં  જઈ જગ્યા બાંધ અને જગત જેને પપિયા ગણી ફેંકી દે છે તેને રોટલો ખવડાવ અને તેમની સેવા કર.આમ શ્રી દેવીદાસજી એ ધર્મ ની ઈમારત ઊભી કરી. આમા શ્રી અમરબાઈમાં  તથા સાદુળભગત નો સાથ મળ્યો. માં ગંગાબાઈ જેવા સંત પણ અંહિ મહંત સ્થાને આવ્યા અને અનેક ભક્તો એ અંહિ દિક્ષા સ્વિકારી છે. આ પરંપરા અને પરીવાર ના સંતો પરબીયા શાખા થી ઓળખાય છે.

Advertisements