મેસવાણીયા


શ્રી ગુરુ રામાનંદજી ના સમર્થ શિષ્ય પીપાજીમહારાજ ની પરંપરામાં શ્રી પીપાજી મહારાજ પ્રથમ પુર્વાશ્રમ્મા તેઓ શક્તિ ઉપસક હતા. પછી તેઓ એ વૈષ્ણવી દીક્ષા લીધી. તેઓ સમર્થ સંતો માં ગણાય છે. તેઓ દ્વાર પ્રવર્તક સંત હતા. તેમની પરંપરા માં સંત પીપાજી ના શીષ્ય મુલકાદાસજી, તેમના શીષ્ય નરસંગદાસજી, તેમના શીષ્ય રામદાસજી, તેમના શીષ્ય ભગવાનદસજી, તેમના શીષ્ય ક્રુષ્ણદાસજી, તેમના શીષ્ય બાલકદાસજી જેવા સંત થયા.શ્રી બાલક્દાસજી મહરાજે સોરઠ માં મેસવાણા ગામે ગાદી શસ્થાપી. તેમની પરંપરામાં સંતો મેસવાણીયા શાખા થી ઓળખાય છે.

રાજસ્થાન ના ચિત્તોડગઢ ના ક્ષત્રિય રાજકુળ માં સવંત ૧૩૫૦ ના માગશર સુદ પુર્ણિમા ના રોજ એક તેજસ્વી રાજકુમાર નો જન્મ થયો. આ રાજકુમાર નું નામ બલભદ્રસિંહ રાખવા માં આવ્યુ હતુ.

રાજકુમાર બલભદ્રસિંહ ની અંદર એક વૈરાગી જીવાત્મા હતો. તેથી પોતાનું વૈભવી રાજમહેલ નુ સુખ છોડી ગુરૂ ની શોધ માં ફરતા ફરતા કાશી પંહોચ્યા . કાશી માં શ્રી રામાનંદ્જી ની પરંપરા ના ગુરૂ શ્રી ક્રુષ્ણાસ્વામી ના દર્શન થયા. ગુરૂ શ્રી ક્રુષ્ણાસ્વામીજી એ બલભદ્રસિંહજી ને દીક્ષા આપી રામમંત્ર નો ઉપદેશ આપ્યો. શ્રી બલભદ્રસિંહજી ને ગુરુજી એ નવું નામ આપ્યુ શ્રી બાલક્સ્વામી, જેમને આપણે શ્રી બાલક્દાસ બાપુ તરીકે ઓળ્ખીયે છીયે.

શ્રી બાલકસ્વામીજી કાશી માં યોગવીદ્યા તથા ધર્મશાસ્ત્ર નો અભ્યાસ પુર્ણ કરી ને ધર્મ પ્રચાર તથા પર્યટન કરવા નીકળ્યા. માનસરોવર તથા ઉત્તરભારત ની યાત્રા પુર્ણ કરી તેઓ ગીરનાર તરફ આવ્યા. ગીરનાર ના બીલીવન માં ૧૨ વરસ તપ કર્યુ. આ તપ થી પ્રસન્ન થઈ શ્રી દતાત્રેય ભગવાને દર્શન આપ્યા તથા આશીર્વાદ આપી આજ્ઞા આપી કે નોલી નદી ને કાંઠે લુપ્ત થયેલ મિહિર ઋષિ નો આશ્રમ ફરી આબાદ કરો. આમ શ્રી દતાત્રેય ભગવાન નો આદેશ લઈ શ્રી બાલકસ્વામીજી આજના જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકા ના મેસવાણ ગામે પધાર્યા.

શ્રી બાલકસ્વામીજી એ સવંત ૧૪૦૦ ના પ્રથમ વર્ષ માં લુપ્ત થયેલો મિહિર ઋષિ ના આશ્રઅમ પુનઃ પ્રતિષ્ઠીત કર્યો અને ત્યાં મેસવાણ નામે ગામ વસાવ્યું. શ્રી બાલકસ્વામીજી એ સવંત ૧૪૧૧ ની સાલ માં પોતાનાં શિષ્યો ને આજ્ઞા આપી એક મોટા ભંડારા નું આયોજન કરવા કહ્યું. તેમાં હજારો સાધુ-સંતો ને બોલાવવામાં આવ્યા. આ સાધુસંતો ની હાજરી માં શ્રી બાલકસ્વામીજી એ એક કુંભાર બાળા તથા એક શ્વાન સાથે યોગ સમાધી લીધી. એવુ જાણવા મળે છે કે શ્રી બાલકસ્વામીજી એ અલગ અલગ છ જગ્યાએ યોગ સમાધી લિધેલ છે.તેઓ પીપાજી દ્વાર ના છે અને રામવત વૈષ્ણવ છે.

શ્રી બાલકસ્વામીજી ની વીરક્ત શીષ્ય પરંપરા પછી ગુહસ્થ શીષ્ય પરંપરા હાલ ચાલુ છે. શ્રી બાલકસ્વામીજી ની પરંપરા ના સંતો મેસવાણીયા તરીકે ઓળખાય છે. મેસવાણીયા શાખા ના સંતો માટે નું આ ગુરૂસ્થાન છે.

Advertisements